ભારતીય રૂપિયોએ ભારતનું રાષ્ટ્રીય ચલણ છે. જેનું નિયમન ભારતીય રિઝર્વ બેંક કરે છે. આધુનીક રૂપીયાને ૧૦૦ પૈસામાં વિભાજીત કરવામાં આવ્યો છે. ચલણની દૃષ્ટીએ જોઇએ તો ૧, ૨, ૫, ૧૦ રૂપિયાનાં સિક્કાઓ છે. અને ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટો ચલણમાં છે. રૂપિયાનું નવું ચિહ્ન દેવનાગરી લિપીના र અને લેટીન Rનું સંયોજન કરીને બનાવવામાં આવ્યું છે જે હવે આંતર્રાષ્ટ્રીય બજારોમાં ભારતીય ચલણનું પ્રતિનીધીત્વ કરે છે.
ચિહ્ન
૫ માર્ચ ૨૦૦૯ના રોજ ભારત સરકારે રૂપિયા માટે એક વૈશ્વિક પ્રતીકચિહ્ન બનાવવા માટે સ્પર્ધાની જાહેરાત કરી હતી[૩][૪]. ૨૦૧૦નાં કેન્દ્રીય અંદાજપત્ર દરમિયાન તત્કાલિન નાણા પ્રધાન પ્રણવ મુખર્જીએ સૂચવ્યું હતું કે પ્રસ્તાવિત ચિહ્ન ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિની ઝલક સમું હશે અને તેને પ્રતિબિંબિત કરતું હશે[૫]. પાંચ પ્રતીકોની તારવણી કરવામાં આવી હતી[૬] અને તેમાંથી કેબિનેટે ૧૫ જુલાઇ ૨૦૧૦ના રોજ ડી. ઉદય કુમારે બનાવેલાં આ ચિહ્ન પર પસંદગી ઢોળી હતી.[૭]
આ ચિન્હ દેવનાગરી લિપીના ‘र’ અક્ષરમાંથી લેવામાં આવ્યુ છે. ઊપરની સમાન્તર રેખાઓ (અને તે ની વચ્ચે ની જગ્યા) ત્રિરંગાની આભા આપે છે અને દેશની આર્થીક અસમાનતાદૂર કરવાની ઇચ્છા દર્શાવે છે.[૮] The Indian government will try to adopt the symbol within six months in the country and globally within 18 to 24 months.[૭] Prior to this, the most commonly used symbols for the rupee have been ₨., Re.or रू.
ઇતીહાસ
ભારતમાં ઉપયોગ
પ્રાચિન સમયમાં સિક્કાનો ઉપયોગ કરનારા દેશોમાં એક દેશ ભારત પણ હતો . ભારતમાં ઇ.સ્.પુર્વે ૬ સદીથી સિક્કાનું ચલણ છે. પુરાતત્વ સંશોધનમાં મળેલા સિક્કા પરથી જાણી શકાય છેકે હડપ્પીય સંસ્કૃતિમાં પણ સિક્કાનું ચલણ હતું ,જે ઇ.સ્.પુર્વે ૨૫૦૦ થી ૧૭૫૦ દરમ્યાનં પાંગરી હતી
પહેલો રૂપિયો બનાવનાર શેર શાહ સુરીરાજા (૧૪૮૬–૧૫૪૫)હતો, જેનું મુલ્ય ૪૦ તાંબાની પાઇ જેટલું હતું. ૧ રૂપિયાનીં પ્રથમ ચલણીનોટ "બેંક ઓફ હિંદુસ્તાન"(૧૭૭૦-૧૮૩૨) દ્વાર બહાર પડાઇ, ત્યાર બાદ જનરલ બેંક ઓફ બંગાળ અને બિહાર (૧૭૭૩-૭૫,નિર્માતા,વોરન હેસ્ટીંગ)બંગાળ બેંક (૧૭૮૪-૯૧),તથા મદ્રાસ નીં બેંકે પણ રૂપિયાનું ચલણ રાખ્યું જેનું મુલ્ય ૧૨ ફેનમ = ૧ રૂપિયો હતું.

No comments:
Post a Comment